RSS

:: વિક્સતા શહેરના ખેતરોની વ્યથા ::

18 જુલાઈ

કાલ તો અમો સુખી હતાં, કુમળાં છોડવાં ઊછેરીને,
આજ તો અમો દુઃખી છીએ, છાતી પર ઘા ઝીલીને.
થાય છે અમારી આપ-લે,
વિનિમયકારો વચ્ચે;
પાયાના ઘા ઝીલાય છે હવે
અમારી છાતી વચ્ચે.
કાલ તો અમે ઉછેર્યાં છોડને,છાંયડો થવાની આશ લઇને,
આજ ઇમારતનો ભાર ઝીલતાં, ઊભા અમો કઠણ થઇને.
કાલે વહેતું’તું જળ અમારામાં,
નહેરોની નીક થકી;
આજ વહે ગંદકી શહેરની
ગટરની ગોદ થકી.
થયું હાશ!આશરો થયા માનવનો, છાંયડો અમારો ખોઇને.
ઊગવા દીધી ઇમારતોને અમે, અમારાં છેલ્લા શ્વાસ લઇને.
-ઘનશ્યામ વઘાસીયા(તા.૧૮.૦૭.૨૦૧૧,સોમવાર,૩.૩૦ બપોર)

 
1 ટીકા

Posted by on 18/07/2011 માં "શ્યામ" સરિતા

 

ટૅગ્સ:

1 responses to “:: વિક્સતા શહેરના ખેતરોની વ્યથા ::

  1. girishparikh

    21/07/2011 at 9:26 એ એમ (am)

    http://www.girishparikh.wordpress.com બ્લોગ પર ‘આજનો પ્રતિભાવ’ વાંચવા તથા આપનો પ્રતિભાવ આપવા વિનંતી કરું છું.
    –ગિરીશ પરીખ