RSS

:: હાઇકુ ::

તારી મમતા

તોલે ન આવે ઇશ

મા તું બેજોડ.

-અલોક ચટ્ટ

 
Leave a comment

Posted by on 30/04/2013 માં મુક્તકો

 

– દીકરી-વિદાય વેળાએ –

બે દાયકાઓમાં
જે દીકરીને ઝુલાવી, રમાડી-
ભણાવી-ગણાવી, હસાવી-
કેળવીને ઉછેરી પણ !
ને છેલ્લે,
વિદાયવેળાએ રડાવી પણ ખરી !
પણ હવે?
પ્રશ્ર્ન થાય કે શૂં કરી શકીએ આપણે?
એ આખરે તો ચાલી, આપણને એકલા મૂકીને…
આંખોમાંથી ઢળેલા અશ્રુબિંદુને
હથેળીમાં ઝીલી,
‘દીકરી’ એવું નામ આપી,
ગોળ-ગોળ ફેરવીએ..!
કંઇક એમ જ રમાડીએ દીકરીને, જીંદગીભર !!
આ અવસરે બીજું ઝંખી પણ શું શકીએ આપણે???
-‘શ્યામ’ વઘાસીયા [04.02.2013]

 
1 ટીકા

Posted by on 15/02/2013 માં "શ્યામ" સરિતા

 
ચિત્ર

– આમંત્રણ –

- આમંત્રણ -

– આમંત્રણ –

આવજો, દીકરીને વિદાય આપવા આવજો.

અવસરના આ મેળામાં ગીત મીઠા ગાજો,
ગીતોના ગાનમાં રુડા સંબંધોને વાગોળજો.
સંબંધોના સ્નેહ-વલોણે હૈયાંને વલોવજો.
આવજો, દીકરીને વિદાય આપવા આવજો.

આંસુઓમાં આંખો બધી તણાઇ જાશે
ચેતન બધુ શરીરમાંથી હણાઇ જાશે
બેઉ આ હૈયા એકબીજામાં વણાઇ જાશે
આવજો, દીકરીને વિદાય આપવા આવજો.

-‘શ્યામ’ વઘાસીયા

 
Leave a comment

Posted by on 07/01/2013 માં "શ્યામ" સરિતા

 

: છોડો હવે બા :

કામ ને કામ સઘળું છોડો હવે બા.
આ રહી ગ્યું,તે રહ્યું,મૂકો હવે બા.
ઢોર ઢાંખરના ઢસરડા બહુ ઢસરડ્યાં,
છાણ, વાસીદાં બધું છોડો હવે બા.
ચરણ ચાલ્યા સાથ છોડી,આપનોય,
ઢાંકણી પગમાં નખવી,દોડો હવે બા.
કામ પાછળ જાત આખી ધોઇ નાખી,
કામ છોડી જાતરે જાઓ હવે બા.
‘શ્યામ’ વિનવે પ્રેમભાવે હાથ જોડી,
નામ લૈ શ્યામતણુ પ્રભુ ભજો હવે બા.
-‘શ્યામ’ વલભીપુરી  (તા.૧૯.૦૩.૨૦૧૨,સોમવાર)

 
1 ટીકા

Posted by on 19/03/2012 માં "શ્યામ" સરિતા

 

ટૅગ્સ:

: પિતાનુ અવસાન :

તાન્કા{૫-૭-૫-૭-૭=૩૧]
(૧)
બાળપણ વીત્યું,
પિતાના ખભા પર;
થયા વિદાય
એ પિતા;પૂત્રે લીધાં
કંધે, અશ્રુભીના નેણે.
********
(૨)
દીધો’તો સાથ,
લઇ હાથમાં હાથ,
એ જ હસ્ત,
ચાલ્યો અગ્નિદાહ દેવા,
ભુલી કૈં ઉપકાર.
મિત્ર કેતનભાઇના પિતાને શ્રધ્ધાંજ્લિ….
તા.૧૫.૦૩.૨૦૧૨

 
Leave a comment

Posted by on 19/03/2012 માં "શ્યામ" સરિતા

 

ટૅગ્સ:

:: શબ્દો તો ચાલ્યા કવિતાની કેડિએ ::

અક્ષરોથી અંકાયા,વર્ણમાં વણાયા,
આંગળનાં ટેરવે ફૂટ્યાં, કલમે કળાયા,
. . . . .શબ્દો તો ચાલ્યા કવિતાની કેડિએ.
શાહીમાં રંગાયા, કાગળે ઢોળાયા,
પંકિતમાં પંકાયા, વાક્યમાં વણાયા,
. . . . .શબ્દો તો ચાલ્યા કવિતાની કેડિએ.
મનડામાં મૂંઝાયા, ચિત્તડામાં સમર્યા,
બોલીમાં બોલાયા, કાનમાં સંભાળાયા,
. . . . .શબ્દો તો ચાલ્યા કવિતાની કેડિએ.
હૈયડે વલોવાયા, તનડે વળગ્યા,
ખોળિયે ખોવાયા,’શ્યામ’માં સમાયા,
. . . . .શબ્દો તો ચાલ્યા કવિતાની કેડિએ.
-‘શ્યામ’ વઘાસીયા.

 

ટૅગ્સ:

;; બાનું મૃત્યુ {હાઇકુ} ;;

શ્વાસ છુટી ગ્યો
બાનો; ને ચાલ્યા એક
લાંબી જાત્રાએ.
*
… ગઇ બા સ્વર્ગે
મૂકી મધુ ઝરતાં
પરિવારને.
*
ચાલી ગઇ બા;
છબીમાં યાદ, એનાં
સંસ્મરણોની.
*
યાદોનાં ટોળાં
દીકરાની આંખોમાં
બા, ગયા પછી.
*
ગીતોમાં ગુંજે
રોજ સાંજનાં સમે
બા! ગયા પછી
*
સ્વર્ગ દ્વારે, બા
ઊભી રહીને સ્મરે
મૃત્યુલોક્ને.
*
-‘શ્યામ વઘાસીયા{તા.૧૮.૧૦.૧૧,મંગળવાર}
-મિત્ર શ્રી કાંતીભાઇનાં બા ગુજરી ગયા તેને શ્રધ્ધાંજ્લિ રુપે આ હાઇકુની રચના થઇ.See More

 
1 ટીકા

Posted by on 21/10/2011 માં "શ્યામ" સરિતા

 

ટૅગ્સ:

અણ્ણા તારા નામની રે…

માળા જપે સહુ લોક અણ્ણા તારા નામની રે…
ભેળુ થયું સહું માનવમહેરામણ,
અણ્ણા હજારે તારે સંગાથ રે..
ઠારવા ઉમટ્યું સઘળું ભારત,
ભષ્ટ્રાચારની લાલલાલ આગ રે..
માળા જપે સહુ લોક અણ્ણા તારા નામની રે…
સતયુગમાં બચી લાજ દ્રોપદીની,
કૌરવસભામાં ષ્રીકૃષ્ણને સહારે રે..
કળયુગમાં ભષ્ટ્રાચારી સંસદ નાથવા
પ્રજા-વહારે આવ્યો કિસન હજારે રે..
માળા જપે સહુ લોક અણ્ણા તારા નામની રે…
બહારથી ઉજ્ળા બગલા જેવા
ભીતર એનાં મેલાં,મેલાં જેવાં રે..
ન સૂણે, ન ગણે કે ન માને,
ભારત માતા તારા નેતા એવા રે..
માળા જપે સહુ લોક અણ્ણા તારા નામની રે…
-‘શ્યામ વઘાસીયા{તા.૨૧.૦૯.૨૦૧૧,બુધવાર}

 
1 ટીકા

Posted by on 11/09/2011 માં "શ્યામ" સરિતા

 

ટૅગ્સ:

:: આભ વરસે ::

મેહુલો ગાજે ને આભ ઘનઘોર ઘનનન વરસે,
તરસી આ ધરણી જળ પી-પીને ધોમ તરસે.
આષાઢી આભ ઘેલાં
વાદળોને બાથ ભરી,
વાદળો તો હરખઘેલાં
નિજમાં જળ ભરી.
હરખે હૈયું ને હરખઘેલાં નયણાં નેણથી વરસે.
તરસી આ ધરણી જળ પી-પીને ધોમ તરસે.
વાદળવગડે વીજળી ચમકે
ને વેરાય મુખે મુખે;
પંખીઓ રુડાં ગીતડાં ગાય
વનવગડાની કુંજે કુંજે.
શ્યામનાં હૈયે લાગણીયું ભીની,વર્ષા ધારે વરસે,
તરસી આ ધરણી જળ પી-પીને ધોમ તરસે.
-‘શ્યામ’ વઘાસીયા(તા.૩૦.૦૭.૧૧,શનિવાર)

 
Leave a comment

Posted by on 30/07/2011 માં "શ્યામ" સરિતા

 

ટૅગ્સ:

:: વિક્સતા શહેરના ખેતરોની વ્યથા ::

કાલ તો અમો સુખી હતાં, કુમળાં છોડવાં ઊછેરીને,
આજ તો અમો દુઃખી છીએ, છાતી પર ઘા ઝીલીને.
થાય છે અમારી આપ-લે,
વિનિમયકારો વચ્ચે;
પાયાના ઘા ઝીલાય છે હવે
અમારી છાતી વચ્ચે.
કાલ તો અમે ઉછેર્યાં છોડને,છાંયડો થવાની આશ લઇને,
આજ ઇમારતનો ભાર ઝીલતાં, ઊભા અમો કઠણ થઇને.
કાલે વહેતું’તું જળ અમારામાં,
નહેરોની નીક થકી;
આજ વહે ગંદકી શહેરની
ગટરની ગોદ થકી.
થયું હાશ!આશરો થયા માનવનો, છાંયડો અમારો ખોઇને.
ઊગવા દીધી ઇમારતોને અમે, અમારાં છેલ્લા શ્વાસ લઇને.
-ઘનશ્યામ વઘાસીયા(તા.૧૮.૦૭.૨૦૧૧,સોમવાર,૩.૩૦ બપોર)

 
1 ટીકા

Posted by on 18/07/2011 માં "શ્યામ" સરિતા

 

ટૅગ્સ: