RSS

Monthly Archives: જાન્યુઆરી 2011

‎;; સહધ્યાયી-મિલન-૨ ;;

સમી સાંજનાં શમીયાણામાં આપણે મળ્યાં’તાં,
બદલાયેલ ચહેરે-મહોરે સૌ સખા હળ્યાં’તાં.
વીતેલા બે દાયકાના સંભારણાં વાગોળ્યાં’તાં,
સુખ-દુઃખના અનુભવો સાથમાં મમળાવ્યાં’તાં.
..કોઇને ચડ્યું મ્હોરું, ને વળી કોઇ એવું ને એવું,
નવા અવતારે, ભુલકાઓ સાથમાં ભળ્યાં’તાં.
ઉત્તર ધ્રુવના કેનેડાથી આવેલ ચોકલેટ સંગાથે,
જુના-નવા વિચારો મુખમાં ચગળાવ્યાં’તાં.
વિખુટા પડવાની આકરી વેળા આવી પાસમાં,
ને સહુ સખાબંધુ એ હૈયડાને વલોવ્યાં’તાં.
કેટલું અદભૂત હતું, આ સંભારણું,’શ્યામ’
…કદી ન ભુલાય એવા સ્મરણો સાથે ઉપડ્યાં’તાં.
-ઘનશ્યામ વઘાસીયા(તા.૧૬.૦૧.૧૧,રવિવાર,૫.૦૦,સાંજ)

 

ટૅગ્સ:

મા…”

મા…”
આંખ જ્યારે ખોલી મેં, તો ખુદને તેના ખોળામા પામ્યો..
રડ્તો હતો હું જ્યારે જ્યારે, ત્યારે છાતીએ મને દાબીને તેણે અમ્રુતનો ઘુટડો પાયો..
ઘણાય હતા મને વ્હાલ કરનારા પણ, જ્યારે મેં ભિના કર્યા બધાને ત્યારે તેણે જ મારો હાથ જાલ્યો..
પા-પા પગલી માંડતા જોઈ રહેતા બધા મને, પણ પડ્યો હું કોઇક વખત તો તેણે જ મને ઊભો કર્યો..
એક દિવસ પોતાની આંગડીએથી મને વિખુટો કર્યો, જ્યારે પહેલીવાર મને નિશાળે મુક્યો..
રો’યો હતો હું ખુબ ત્યારે, પણ ખુશ હતો જ્યારે બહાર આવ્યો..
શું થયુ તેની ભાન ન પડી બહાર આવીને મને,
જ્યારે પોતાની ભિની આંખ પર તેણે હસતો ચહેરો રાખ્યો..
આમ ‘ને આમ દિવસો વિતવા લાગ્યા, મને રાજી રાખવામા તેણે કોઈ કચાસ ન રાખ્યો..
પુરા કરતી જા’તી તે મારા બધા સપનાઓને, જ્યારે મેં માંગણીઓનો પહાડ બનાવ્યો..
ખબર ન હતી મને કે પિડા શુ હોય, પોતાની વેદનાઓને તેણે ઊંહકાર ન આપ્યો..
સેવા કરવી છે હવે, મારે એની જિંદગીભર, એવો સપનામા મને જ્યારે એહ્સાસ જાગ્યો..
આંખ ખોલીને મેં જોયુ છેક ત્યારે, જ્યારે ખુદના ખોળામા તેનો શ્વાસ ભાગ્યો..
કોણ હતી એ જેણે દુખના વાદળોથી ઘેરાઈને, મને મુસિબતોથી આઘો રાખ્યો..
“મા” હતી મારી એ, જેને “ઓજલ” થઈની, “રામ”ને આ દુનિયામા દિપાવ્યો..
સેજપાલ શ્રીરામ પી.
૧૦૧, રત્નાકર એપાર્ટમેન્ટ, શેરી નં.૧-૨, નાગરપરા, ખંભળીયા નાકા બહાર, સોનીની વાડી પાછળ, જામનગર-૩૬૧૦૦૫.
મો. નં. ૯૭૨૬ ૨૬૨૬ ૮૦
રચના લખ્યા તા. ૦૭/૦૧/૨૦૦૪

 
 

ટૅગ્સ:

:: સહધ્યાયી-મિલન ::

એક સાંજ આપણે મ્ળ્યાં ને હળ્યા,
આ ”રસોઇ” ના આંગણે.
લઇ આવ્યાં’તાં ચહેરાઓ
ન ઓળખી શકાય એવા;
કોઇ વળી નવા ચહેરે-મ્હોરે,
તો કોઇ વળી એવું ને એવું.
સાથે લાવ્યાં’તાં બે-દાયકાનાં સંભારણા,
ને લાવ્યાં’તાં અવતારો ભુલકારુપે.
વળી, પાછા વીખરાયાં મધરાત્રીએ,
ફરી મળવાની આશ લઇને.
‘શ્યામ’નું હૈયું ઘણું હરખાય
મળી, ભેટી સહધ્યાયીને.
-ઘનશ્યામ વઘાસીયા(તા.૨૦.૧૨.૧૦,સોમવાર,૭.૩૦સાંજનાં)

 
Leave a comment

Posted by on 14/01/2011 માં "શ્યામ" સરિતા

 

ટૅગ્સ: