RSS

Monthly Archives: ઓગસ્ટ 2010

એવું અમથું ક્યારેક

એવું અમથું ક્યારેક
એવું અમથું ક્યારેક કોક સાંભરે

આકાશે હોય નહીં વાદળીની રેખ
નહીં મોરલાની ગ્હેક, નહીં માટીની મ્હેક

ક્યાંક શીતળ પવનની યે લ્હેરખી યે ન્હોય
એમાં વાછટનો વ્હેમ સ્હેજ જાગે

કોક વરસી રહ્યું છે એમ લાગે
ને બારીએથી જોઉં તો નવેલાં ઝેર

એવું અમથું ક્યારેક કોક સાંભરે
સૂની અગાશીમાં સૂનમૂન બેઠો

કે ઓરડામાં પેઠો
કે મેડીએ ચડીને પછી ઊતરતો હેઠો…

હોય આંગણ ખાલી ને વળી ફિળયું ખાલી
સાવ શેરી ખાલી

ને એમાં સૂની આ વાટ જાય ચાલી
ત્યાં ઓચિંતા ઘૂઘરા ઘમકે

ને ભીતર કો’ ઠમકે : અમલ ઘેનઘેરા ચડે
એવું અમથું ક્યારેક કોક સાંભરે

હરિકૃષ્ણ પાઠક

 
Leave a comment

Posted by on 28/08/2010 માં કાવ્ય સરિતા

 

ટૅગ્સ:

લોકગીત

હું તો કાગળિયાં લખી લખી થાકી
કાનુડા તારા મનમાં નથી
આવા શિયાળાના ચાર ચાર મહિના આવ્યા
મારા કાળજડાં ઠરી ઠરી જાય રે
પાતળીયા તારા મનમાં નથી
હું તો કાગળિયાં લખી લખી થાકી
કાનુડા તારા મનમાં નથી
આવા ઉનાળાના ચાર ચાર મહિના આવ્યા
મારા પાવનિયાં બળી બળી જાય રે
છોગાળા તારા મનમાં નથી
હું તો કાગળિયાં લખી લખી થાકી
કાનુડા તારા મનમાં નથી
આવા ચોમાસાનાં ચાર ચાર મહિના આવ્યા
મારી ચૂંદલડી ભીંજાઇ ભીંજાઇ જાય રે
કાનુડા તારા મનમાં નથી
હું તો કાગળિયાં લખી લખી થાકી
કાનુડા તારા મનમાં નથી

 
Leave a comment

Posted by on 22/08/2010 માં લોક્ગીત

 

ટૅગ્સ:

શેરી ;

બાળપણમાં કિલ્લોલ કરતી આ શેરી,
ગલ્લી ડંડા,થપ્પા-થપ્પી રમતી આ શેરી.
વહેલી સવારે શાળાએ જતી આ શેરી,
ઠંડીની સથવારે ખેતર ઉપડે આ શેરી.
ધાબળો ઓઢી,તાપણે તાપતી આ શેરી,
ભરબપોરે સુનમુન થઇ સૂતી આ શેરી.
વાળુટાણે ખેતરેથી પાછી ફરતી આ શેરી,
નિશાની આડમાં પોઢી જતી આ શેરી.
વળી,કુકડા ટૌકે જાગી જતી આ શેરી,
‘શ્યામ’ની નજરેથી ચાલી ગૈ આ શેરી.
*ઘનશ્યામ વઘાસીયા
૨૧.૦૮.૨૦૧૦,શનિવાર,૧૦.૨૦ રાત્રિ
એ/૯૦૧,સન રેસીડન્સી,રામ પેટ્રોલ પંપ પાછળ,
આનંદ મહલ રોડ,અડાજણ,સુરત-૩૯૫૦૦૯,
મો. ૯૮૨૫૧ ૧૨૮૯૫

 
Leave a comment

Posted by on 22/08/2010 માં "શ્યામ" સરિતા

 

ટૅગ્સ:

ઝાકળના આંગણિયે સુરજ

ઝાકળના આંગણિયે સુરજ લીપીને પછી રોજરોજ સપના હું વાવું,
સાંબેલુ, ખારણીયો, ઘમ્મરવલોણું ને સુની અભરાયું સજાવું.

વળગણીયે પોઢેલી તસતસતી ચોળીમાં સોળસોળ આભલાં જડાવું,
નયનોના દર્પણમાં તુજને સમાવી તારા નયનોમાં મુજને નિહાળુ.

વગડાની વાટ્યુમાં વાયરાને આંજીને ટહૂકામાં જાત મોકલાવું,
થાંભલીયુ, ટોડલીયા, ડેલી ને ઉંબરમાં છાતીના થડકા જડાવું.

વાળેલી શેરીમાં, પગલાની છાપુમાં સાતસાત દિવડા પ્રગટાવું,
આભેથી દરિયો ઉતારીને નસ-નસની વહેતી નદીયુમાં સમાવું

-પ્રદિપ શેth ભાવનગર

 
Leave a comment

Posted by on 22/08/2010 માં કાવ્ય સરિતા

 

ટૅગ્સ:

પિતા

આશીર્વાદ છે પિતાના ચરણોમાં,
શાબાશી છે પિતાના કરમાં.
હૂંફ છે પિતાની બાથમાં,
સલામતી છે પિતાના છાયડામાં.
હિંમત છે પિતાની વાણીમાં,
તાકાત છે પિતાના શબ્દોમાં.
દ્રષ્ટી છે પિતાની આંખોમાં,
‘શ્યામ’ છે એવા પિતાના ઘરમાં.
*ઘનશ્યામ વઘાસીયા
૧૫.૦૮.૨૦૧૦,રવિવાર,૯.૦૦ રાત્રિ.

 
Leave a comment

Posted by on 18/08/2010 માં "શ્યામ" સરિતા

 

ટૅગ્સ:

‘ભરતગુંથણ કરતી પત્નીને’

ઝરુખે બેઠી ભરત ભરતી,
વધૂ મારી સારી સારી રે.
પરોવી દોરો સોયમાં,
ટેભાં લેતી ખુશી ખુશી રે.
મોરલા ભરે, ચકલી ભરે,
જાણે કાપડમાં ટહુકા ગુંજે રે.
તબલા ભરે, ઢોલક ભરે,
જાણે કાપડ પર તાલ દેતી રે.
શરણાઇ ભરે, વીણા ભરે,
જાણે કાપડમાં સૂર મ્હેંકે રે.
ભરત એની દીકરી સારુ,
દીકરી તો એની રાજી રાજી રે.
‘શ્યામ’ સરીખો વર એનો,
એને જોઇ, રાજી રાજી રે.
*ઘનશ્યામ વઘાસીયા.
૧૮.૦૮.૨૦૧૦,બુધવાર,
૯.૦૦ રાત્રિ.

 
Leave a comment

Posted by on 18/08/2010 માં "શ્યામ" સરિતા

 

ટૅગ્સ: