
( ઘનશ્યામ,દક્ષા,પલક,વત્સલ .....
... ડિયર નેશનલ પાર્ક,મુન્નાર )
આકાશતણી છત નીચે, ને પહાડના એ ખડક ઉપર;
તસ્વીરમાં બેઠો છે આજ, 'શ્યામ' કેરો સહ પરીવાર.
લાખ લાખ નમન હો, જન્મ દેનારી જનની તુજને.
ઉદરમાં રાખ્યો નવ માસ, અઢળક દુ;ખ વેઠીને.
હાલરડું એવું એ ગાતી,
જે આંખમાં નિંદ થઇ જાય;
પારણે પોઢતો નાનો દેહ,
માની મમતાથી હરખાય.
સ્નેહ એનો આભ સરીખો, વરસે વાદળ થઇને,
લાખ લાખ નમન હો, જન્મ દેનારી જનની તુજને.
લઇ ખોળામાં,ખોળાના ખૂંદનારને,
વહાલની વર્ષા વરસાવતી;
આંખોમાં એની અમિદ્રષ્ટી
અમીવર્ષા અમપર એ વેરતી.
બાધા,આખડી,વ્રત રાખે, નજર બાંધી સંતાનને;
લાખ લાખ નમન હો, જન્મ દેનારી જનની તુજને.
ઝરણા સરીખું વહાલ વહાવે,
જે સતત વહેતું રહે;
સંસ્કાર કેરી સરિતા થકી,
ખોળો એ વહાલનો ભરે.
વહાલ વાદળના વરસાવે, લાડકોડથી ઉછેરીને;
લાખ લાખ નમન હો, જન્મ દેનારી જનની તુજને.
સ્વભાવ એનો ધરતી જેવો
કરે ના કોઇનું અપમાન;
ચહેરો જાણે સુરજમુખી
હરખાતી આપે સૌને માન.
પહાડ સરીખા દુ;ખ સહીને, સુખ આપે સંતાનને;
લાખ લાખ નમન હો, જન્મ દેનારી જનની તુજને.
જીવન એનું ‘કંચન’ કેરું,
શીખ આપે અપાર;
જડે નહિ જોડ જગમાં,
ભલે ભટકી વળો સંસાર.
‘શ્યામ’કરે ભાવથી વંદન,એવી ભાવસભર માતને;
લાખ લાખ નમન હો, જન્મ દેનારી જનની તુજને.
*ઘનશ્યામ વઘાસીયા
૨૪.૦૯.૨૦૧૦,શુક્રવાર,૧૦.૦૦ રાત્રિ.
એ/૯૦૧,સન રેસીડન્સી,રામ પેટ્રોલ પંપ પાછળ,
આનંદ મહલ રોડ,અડાજણ,સુરત-૩૯૫૦૦૯,
મો. ૯૮૨૫૧ ૧૨૮૯૫
“થ” નો થડકાર ;-
થરના થર થંભે
થાપણદારના થડે,
થનગને થડો થાપણદારનો
થાપણની થપ્પી થકી;
થોકબંધ થપ્પીની થોકડી
થીજે થેલીએ થાપણદારની,
થોભી થેલી થાપણની
થાંભલે થંભે થાપણદાર.
થોડાબોલા થાપણદારનો થડકાર
થરથર થથરે થાનેદારથી,
થાપણ થાપે થાપણઠેકે
થોકબંધ થપ્પી થકી.
*ઘનશ્યામ વઘાસીયા
૧૬.૦૯.૨૦૧૦,ગુરુવાર,૦૯.૦૦ રાત્રિ.