RSS

દિવસ

સલૂણી સવાર લઇ આવે છે દિવસ.
પંખીનો કલરવ લઇ આવે છે દિવસ.
રાતના સેવેલા સપનાઓ સાકાર કરવા,
હરિયાળું પ્રભાત લઇ આવે છે દિવસ.
કાળી રાતનાં અંધકારને ઉજાળવવા,
અજવાળૂ સૂરજનું લઇ આવે છે દિવસ.
સુરજના ઉષ્માભર્યા કિરણોની સંગાથે,
સોનેરી પરોઢ લઇ આવે છે દિવસ.
સૌ જીવનમાં મધ્યાહને હોય એકસમે,
બપોરી એક વેળા લઇ આવે છે દિવસ.
ખૂશ્બૂની યાદો ભરી ગજવામાં’શ્યામ’
સાંજનાં ખાલી થઇ જાય છે દિવસ.
ઘનશ્યામ વઘાસીયા{તા.૧૬.૦૬.૨૦૧૧,ગુરુવાર}

 
Leave a comment

Posted by on 15/07/2011 માં "શ્યામ" સરિતા

 

ટૅગ્સ:

હું નથી

દેખાઉં છું જેવો હું, એવું દેખનારો હું નથી.
લાગું સીધો-સાદો, એવું વર્તનારો હું નથી.
રાહદારીના રાહ પર ફૂલ બિછાઉં હું,
કોઇના રાહમાં કંટક પાથરનારો હું નથી.
બીજાને ખભો આપી આધાર થાઉં હું,
કોઇના ખભે બંદૂક ફોડનારો હું નથી.
કાદવમાં કમળ થઇ ખીલી જાઉં હું,
શાંત જળમાં પથ્થર ફેકનારો હું નથી.
આજની આ જાહોજલાલીમાં મ્હાલું હું,
વીતેલી કારમી કાલને ભુલનારો હું નથી.
જીવનભર હમસફરનો સાથ નીભાઉં હું,
શ્યામસંગીનીનો સાથ તરછોડનારો હું નથી.
સંબંધોના શિખરો સર કનારો હું,
શિખરોની ઊંચાઇથી ડરનારો હું નથી.
ભલેને આફતો આવી પડે સામટી,’શ્યામ’
ગમભરી એ જીંદગી જીવનારો હું નથી.
ઘનશ્યામ વઘાસીયા{તા.૧૪.૦૬.૨૦૧૧, મંગળવાર}

 
Leave a comment

Posted by on 15/07/2011 માં "શ્યામ" સરિતા

 

ટૅગ્સ:

प्रतिज्ञापत्रम

भारतं मम देशः !
सर्वे भारतीयाः मम भ्रातरः भगिन्यः य सन्ति !
मम मानसे देश्स्पृहा अस्ति! समृध्धिसहितं विविधतापरिपूर्ण तस्य संस्कॄतगौरवम अनुभवामि!
अहं सदा तत्पात्रं भवितुं यत्नं करिष्यामि!
अहं मम पितरौ आचार्याम गुरुजनान च प्रति आदरभावं धारयिष्यामि!
प्रत्येकेन सह शिष्ट्व्यवहारं च करिष्यामि!
अहं मम देशाय देश्बान्धवेभ्यः च मम निष्ठां अर्पयामि!
तेषां च कल्याणे समृध्धौ च एव मम सुखम अस्ति!

આપણો પ્રતિજ્ઞાપત્ર સંસ્કૃતમાં અહીં મૂકૂ છું.

 
Leave a comment

Posted by on 22/06/2011 માં Uncategorized

 

ટૅગ્સ:

ગઝલ

મૌનની તાકાત શું છે જાણી લે.
જગ માણ્યું જાત શું છે જાણી લે.
બનાવટી આ ચહેરા પાછળની,
ખુદની હકીકત શું છે જાણી લે.
થાય સઘળી ચર્ચા લોકવૃંદમાં,
સાચી વાત શું છે જાણી લે.
સુરજના અજવાળે રહ્યાં પછી,
કાળીકાળી રાત શું છે જાણી લે.
રાહદારી સહું થંભી ગયા રસ્તાપર,
રસ્તા પર વાત શું છે જાણી લે.
સઘળો ભાર લૈ દિલ પર ‘શ્યામ’
લાગણી આઘાત શું છે જાણી લે.
-‘શ્યામ’વઘાસિયા(તા.૦૨.૧૦.૨૦૧૧,રવિવાર)

 
1 ટીકા

Posted by on 22/06/2011 માં "શ્યામ" સરિતા

 

ટૅગ્સ:

ગઝલ

મુસીબતો ને આફતો જીવનમાં સરતી રહે છે
વિશ્વાસરુપી નાવ એમાં કાયમ તરતી રહે છે.
જેણે ઝીલી હોય પાનખર જીવનસફરમાં,
જીવનમાં એનાં વસંત કાયમ ખીલતી રહે છે.
ન હોય ડર કે દર્દ જેને ખડક નડવાનો,
સરિતા એની સદાય ખળખળ વહેતી રહે છે.
હોય જો હામ અડગ પર્વતારોહણની દિલમાં,
શિખરોની શૃંગ પણ એમને નમતી રહે છે.
છો ને આભમાં ન હો વાદળ એકપણ ઉષ્માનું,
‘શ્યામ’ની લાગણી વાદળી બની વરસતી રહે છે.
-‘શ્યામ’ વઘાસીયા(તા.૧૩.૦૬.૨૦૧૧,સોમવાર)

 
Leave a comment

Posted by on 22/06/2011 માં "શ્યામ" સરિતા

 

ટૅગ્સ:

सप्तपदी

॥ॐ इष एकपदा भव॥
॥ॐ उर्ज द्विपरी भव॥
॥ॐ शस्योषाय त्रिपदी भव॥
॥ॐ भयोभयाय चतुपदी भव॥
॥ॐ प्रजाभ्य पंचपदी भव॥
॥ॐ ॠतुभ्य षटपदी भव॥
॥ॐ सखे सप्तपदी भव॥

 

ટૅગ્સ:

;; દીપક ;;

અંધકારનું અજવાળામાં રુપાંતર કરે તે દીપક..
કોડિયામાં રહી, ઓરડાને ઉજાળે તે દીપક..
રુ માં રહીને આગ સામે ઝઝૂમે ત દીપક..
પ્રકાશ પથરવા માટી કોડિયું થઇ બળે તે દીપક..
જાતે બળી, બીજા માટે ઉજાશ પાથરે તે દીપક..
હર પ્રભાતે કર જોડી, શ્યમ કરે નમન તે દીપક..
-ઘનશ્યામ વઘાસીયા(તા.૨૬.૦૫.૨૦૧૧}

 
Leave a comment

Posted by on 12/06/2011 માં "શ્યામ" સરિતા

 

ટૅગ્સ:

;; ગઝલ ;;

છે રસ્તાઓ આ વિશ્વમાં ઘણા પણ,
ઇશ્વર સમીપનો રસ્તો માત્ર એક જ.
જીંદગીમાં હોય છે હમરાહી અનેક,
જીવનના સાથી હોય માત્ર એક જ.
રસ્તા ઘણા છે મહેનતના આ જગમાં,
સફળ થવાનો રસ્તો માત્ર એક જ.
વિશ્વાસ તો અનેક સંબંધો ટકાવે છે,
શરીરને ટકાવે છે શ્વાસ માત્ર એક જ.
જીવનમાં રાખવા ઘણાં મિત્રો ભીતર,
જીંદગી જીવવી શ્યામને માત્ર એક જ.
-ઘનશ્યામ વઘાસીયા{તા.૨૫.૦૫.૨૦૧૧}

 
Leave a comment

Posted by on 12/06/2011 માં "શ્યામ" સરિતા

 

ટૅગ્સ:

;; ખોળું ;;

સકળ આ જગે ભમે લોક સઘળા,
એવાં સમસ્ત બ્રમ્હાંડને ભીતર ખોળું.
ન ડગું આ ચઢાણના પંથને જોઇને,
નીકટ લાગે એવાં શિખર ખોળું.
બારણું જ્યાં બાહો ફેલાવીને આવકારે,
મનને મળે શાંતિ એવું ઘર ખોળું.
સુખને પડતું મુકીને દોડી આવે,
દુઃખમાં પડખે રહે એવો સાથી ખોળું.
ભીડભર્યા આ જીવનની સફરમાં,
એકાંતમાં રહેવાય એવું મૌન ખોળું.
પાનખરમાં પાન ચાલ્યા,છોડી ડાળીને,
પલાશવનનાં કેસુડાંમાં વસંત ખોળું.
‘શ્યામ’ જીવે માનવ-મહેરામણમાં,
ચર્મ-ઘરમાં પડેલી આ જાત ખોળું.
-ઘનશ્યામ વઘાસીયા(તા.૦૬.૦૬.૨૦૧૧,સોમવાર)

 
Leave a comment

Posted by on 06/06/2011 માં "શ્યામ" સરિતા

 

ટૅગ્સ:

હોળી આવી,ધૂળેટી આવી

હોળી આવી,ધૂળેટી આવી, સાત રંગનો સંગ લાવી,
જાનીવાલીપીનાલા સંગસંગ, મસ્તી કેરો ઉત્સવ લાવી.
તનડું નિરખે નિજને,
સફેદ રંગ ઘોળી,
હૈયું ભરે લીલાશ નિજમાં
લીલો રંગ ઘોળી.
પ્રહલાદ કેરી ભકિત લાવી, હોળીકાની રાખ લાવી,
હોળી આવી,ધૂળેટી આવી, સાત રંગનો સંગ લાવી,
દૂર કરે મુજથી કાળો રંગ
કાળી કાળી ભ્રમણાં,
મુજ આંખે ભરે ગુલાબી રંગ
ફુલ ગુલાબી શમણાં.
શ્યામ-સંગીની સંગ રંગત લાવી, ગમ્મ્ત લાવી.
પ્રહલાદની ભકિત લાવી, હોળીકાની રાખ લાવી.
-ઘનશ્યામ વઘાસીયા(૨૦.૦૩.૧૧,રવિવાર,૨.૩૦,બપોર)

 

ટૅગ્સ: