RSS

Category Archives: સુવિચારોના મોતી

જીવનના સાત પગલા

જીવનના સાત પગલા
(1)જન્મ— એક અણમોલ સોગાદ છે,
જે ભગવાનની ભેટ છે.
(2)બચપન—મમતાનો દરિયો છે,
પ્રેમથી ભરિયો છે,
જે ડૂબી શક્યો તે તરિયો છે.
(3)તરુણાવસ્થા-કંઇ વિચારો,કંઇ આશાઓ નો પહાડ છે,મેળવવાની અનહદ આશ છે,લૂટવાની તમન્ના છે.
(4)યુવાવસ્થા——બંધ આંખોનું સાહસ છે,
જોશ છે,ઝનૂન છે,ફના થવાની ઉમ્મીદો છે,
કૂરબાની ની આશાઓ છે,
લૂટાઇ જવાની ખ્વાહિશ છે.
(5) પ્રૌઢાવસ્થા—–ખૂદને માટે કંઇ ન કરી શકતાં મેળવીને આપવાની પણ ખૂશી છે,
કુટુંબ માટે કુરબાન થવાની જીજીવિશા છે.
(6) ઘડપણ— વિતેલા જીવનનો સરવાળો છે,
મારા આપણાનો વહેવાર છે,
જેવું વાવ્યું હતું તેવું લણવાનો સમય છે.
(7)મરણ— જીન્દગીની કિતાબ ખૂલશે,
નાડીએ-નાડીએ કર્મ તૂટશે,
પાપ-પૂણ્યનો મર્મ ખૂલશે,
કર્મ-ધર્મનો હિશાબ થશે,
સ્વર્ગ-નર્કનો માર્ગ થશે,
પોતાનાનો પ્યાર છૂટશે.
સાત પગલા પૂરા થશે…..
રશ્મિકા ખત્રી

Advertisements
 

ટૅગ્સ:

વિણેલાં મોતી

-સ્વજન એટલે સ્વર્ગવાસ પછી પણ જતન કરનારો જણ.

-શ્વાસ ખૂટી જાય અને ઈચ્છાઓ બાકી રહી જાય…તે મોત !!! અને ઈચ્છાઓ ખૂટી જાય અને શ્વાસ બાકી રહે … તે મોક્ષ !!!

-પિતાજીની ઝૂંપડી મધ્યે
પાંચ પુત્રો વસી શકે.
પુત્રોના પાંચ મહેલોમાં
પિતા કદી સમાય કે ?
…..કવિ ચંપકલાલ વ્યાસ
-બા,પહેલાં આંસુ આવતાં ને તું યાદ આવતી, આજે તું યાદ આવે છે ને આંસુ આવે છે.
-સંસારની બે કરુણતા છે, મા વિનાનું ઘર અને ઘર વિનાની મા.
-જે દિવસે મા બાપ તમારી પાસે રડે છે, તે દિવસે તેમના આંસુમાં તમારો કરેલો ધર્મ અને પૂણ્ય ધોવાઈ જાય છે.
-જે દીકરાના જન્મ સમયે મા બાપે પેંડા વહેંચ્યા, એ જ દીકરાએ મોટા થઈ મા બાપને વહેંચ્યા. આ હ …કેવી કરુણતા!
-ભૂખ લાગે ત્યારે ખાવું તે પ્રકૃતિ; ભૂખ ન લાગી હોય તોય ખાવું તે વિકૃતિ અને ભૂખ્યા રહીને બીજાને ખવરાવવું તે સંસ્કૃતિ.
-અભિમાનના આઠ પ્રકાર છેઃ ૧ સત્તાનું અભિમાન, ૨ સંપત્તિનું અભિમાન, ૩ બળનું અભિમાન, ૪ રુપનું અભિમાન, ૫ કૂળનું અભિમાન, ૬ વિદ્વતાનું અભિમાન, ૭ કર્તવ્યનું અભિમાન. પણ “મને અભિમાન નથી” એવો દાવો કરવો એના જેવું ભયંકર અભિમાન બીજું એકે ય નથી. ……..વિનોબા ભાવે

 

ટૅગ્સ: