RSS

Category Archives: શબ્દારંભે અક્ષર એક

“થ” નો થડકાર ;-

“થ” નો થડકાર ;-
થરના થર થંભે
થાપણદારના થડે,
થનગને થડો થાપણદારનો
થાપણની થપ્પી થકી;
થોકબંધ થપ્પીની થોકડી
થીજે થેલીએ થાપણદારની,
થોભી થેલી થાપણની
થાંભલે થંભે થાપણદાર.
થોડાબોલા થાપણદારનો થડકાર
થરથર થથરે થાનેદારથી,
થાપણ થાપે થાપણઠેકે
થોકબંધ થપ્પી થકી.
*ઘનશ્યામ વઘાસીયા
૧૬.૦૯.૨૦૧૦,ગુરુવાર,૦૯.૦૦ રાત્રિ.

Advertisements
 

ટૅગ્સ: