RSS

Category Archives: લોક્ગીત

લોકગીત

હું તો કાગળિયાં લખી લખી થાકી
કાનુડા તારા મનમાં નથી
આવા શિયાળાના ચાર ચાર મહિના આવ્યા
મારા કાળજડાં ઠરી ઠરી જાય રે
પાતળીયા તારા મનમાં નથી
હું તો કાગળિયાં લખી લખી થાકી
કાનુડા તારા મનમાં નથી
આવા ઉનાળાના ચાર ચાર મહિના આવ્યા
મારા પાવનિયાં બળી બળી જાય રે
છોગાળા તારા મનમાં નથી
હું તો કાગળિયાં લખી લખી થાકી
કાનુડા તારા મનમાં નથી
આવા ચોમાસાનાં ચાર ચાર મહિના આવ્યા
મારી ચૂંદલડી ભીંજાઇ ભીંજાઇ જાય રે
કાનુડા તારા મનમાં નથી
હું તો કાગળિયાં લખી લખી થાકી
કાનુડા તારા મનમાં નથી

 
Leave a comment

Posted by on 22/08/2010 માં લોક્ગીત

 

ટૅગ્સ:

ઊડી જાઓ પંખી પાખ્યું વાળા હોજી

વડલો કહે મારી વનરાયું સળગી ને
છોડી દીયો ને જૂનાં માળા
ઊડી જાઓ પંખી પાખ્યું વાળા હોજી

આભે ચડીયાં સેન અગનનાં ધસીયા અમ દશઢાળાજી
આ ઘડીયે ચડી ચોટ અમોને, ઝડપી લેશે જ્વાળા
ઊડી જાઓ પંખી પાખ્યું વાળા હોજી

બોલ તમારાં હૈયે બેઠાં, રૂડાં ને રસવાળાજી
કો’ક દિ આવીને ટહુકી જાજો, મારી રાખ ઉપર રૂપાળાં
ઊડી જાઓ પંખી પાખ્યું વાળા હો જી

પ્રેમી પંખીડા પાછાં નહીં રે મળીએ, વન મારે વિગ્તાળાજી
પડદાં આડા મોતનાં પડીયા, તે પર જડીયાં તાળા
ઊડી જાઓ પંખી પાખ્યું વાળા હો જી

આશરે તમારે ઈંડાં ઉછેર્યાં, ફળ ખાધાં રસવાળાજી
મરવા વખતે સાથ છોડી દે તો મોઢાં થાયે મશવાળા
ઊડી જાઓ પંખી પાખ્યું વાળા હો જી

ભેળાં મરશું, ભેળાં જનમશું, માથે કરશું માળાજી
‘કાગ’ કે આપણે ભેળાં બળીશું, ભેળાં ભરીશું ઉચાળા
ઊડી જાઓ પંખી પાખ્યું વાળા હો જી

– દુલા ભાયા ‘કાગ’

 
Leave a comment

Posted by on 10/09/2009 માં લોક્ગીત

 

ટૅગ્સ:

આજ વગડાવો વગડાવો રૂડાં

આજ વગડાવો વગડાવો રૂડાં શરણાયું ને ઢોલ
શરણાયું ને ઢોલ નગારા… શરણાયું ને ઢોલ..

આજ અજવાળી અજવાળી રૂડી રાતડી રે..
સખી રઢિયાળી રઢિયાળી કહો વાતડી રે..
મને આંખડીમાં દીધાં ખુલ્લા જન્મોનાં કોડ.
આજ વગડાવો વગડાવો રૂડાં શરણાયું ને ઢોલ..

આજ નાચે રે ઉમંગ અંગ અંગમાં રે.
હું કે ‘દી રંગાણી એના રંગમાં રે..
હું તો બંધાણી સખી એની નજર્યું ને દોર..
આજ વગડાવો વગડાવો રૂડાં શરણાયું ને ઢોલ

લોક્ગીત

 
Leave a comment

Posted by on 07/09/2009 માં લોક્ગીત

 

ટૅગ્સ: