RSS

Category Archives: ઘર-કવિતા

ફરી ઘર સજાવ તું.

તારાં જ છે તમામ, ન ફૂલોનાં પૂછ નામ, ગમે તે ઉઠાવ તું,
લૂછી લે ભીની આંખ, ન દરવાજા બંધ રાખ, ફરી ઘર સજાવ તું.

આંસુભર્યા રૂમાલ સૂકવવાની આજકલ ઋતુ છે શહેરમાં,
પંપાળ મા તું ઘાવ, ઢળેલી નજર ઉઠાવ, નજર ના ઝુકાવ તું.

સપનાંનો ભગ્ન અંત નવેસરથી આ વસંત લખે છે કૂંપળ વડે,
કૂંપળ છે તારી મિત્ર ને દોરે છે તારું ચિત્ર, ન ચહેરો છુપાવ તું.

અચરજ છે એ જ એક કે સર્વત્ર મ્હેક મ્હેક મધુરપનો મોગરો,
થોડી ક્ષણોને ઘૂંટ કે આખોય બાગ લૂંટ ને ઉત્સવ મનાવ તું.

હોઠે થીજેલ શબ્દ ને લોહીનાં વ્હેણ સ્તબ્ધ શું આ આપણે છીએ?
તારો છે હક કે માંગ, અનાગતની પાસે રાગ ને મહેફિલ જમાવ તું.

બેઠો ર.પા. ઉદાસ અને એની આસપાસ તું ટોળે વળી ગઇ,
ના ચૂપચાપ તાક, ને ભીતર જરાક ઝાંક, છે એનો અભાવ તું.

– રમેશ પારેખ

Advertisements
 
Leave a comment

Posted by on 07/10/2009 in ઘર-કવિતા

 

ટૅગ્સ:

હાઈકુ

બળ્યો ઝળ્યો હું
આવ્યો ઘરે, માંડવે
મધુમાલતી
-કવિશ્રી મુરલી ઠાકુર

 
Leave a comment

Posted by on 07/10/2009 in ઘર-કવિતા

 

ટૅગ્સ:

પ્યારું ઘર મારું

સુંખ શાંતિનું ધામ પરમ એ
પ્યારું ઘર મારું
જગ માંહે સૌથી ઉત્તમ એ
પ્યારું ઘર મારું
માતાએ મુજને જયાં અમૃત
ધાવણ ધવડાવ્યું
પ્રેમ તણા ભરસાગર સમ એ
પ્યારું ઘર મારું
-ત્રિભુવન વ્યાસ

 
Leave a comment

Posted by on 07/10/2009 in ઘર-કવિતા

 

ટૅગ્સ:

ઘર એટલે?

ઘર એટલે
ચાર દીવાલો
બારીબારણાં બસ નથી
ઘર એટલે માનો ખોળો
બાપનો સ્નેહ
ભાઈની બે’ની
ઘર એટલે પતિના પ્રેમનો મેહ
ઘર એટલે બાળકોનું ગુંજન.
-મોના મહેતા{ભાવનગર}

 
Leave a comment

Posted by on 07/10/2009 in ઘર-કવિતા

 

ટૅગ્સ:

ઘર મળે

ઘર મળે
એક નોખું આંગણાનું ઘર મળે,
ભીંત વિના બસ બારણાનું ઘર મળે.
એ મને જોઇને હરખાતા સતત,
એ લીલી સંભારણાનું ઘર મળે.
જિંદગીભર બંધને રખે મને,
એવું નાજુક તાંતણા નું ઘર મળે.
ટોડલે બાંધી પ્રતીક્ષા એમની,
આંખનાં ઓવારણાંનું ઘર મળે.
ઝગમગે તુલસી ને ક્યારે દીવડો,
સાથિયાભર આંગણાનું ઘર મળે.
જ્યાં સતત “આનંદ” છલકે રાતદિન,
પ્રેમ નાં અમી છાંટણાં નું ઘર મળે.
-અશોક જાની

 
Leave a comment

Posted by on 07/10/2009 in ઘર-કવિતા

 

ટૅગ્સ:

મારું ઘર કયાં છે

ભટકવામાં હવે ભૂલી ગયો છું મારું ઘર કયાં છે !

બતાવે રાહ, ઝાલી હાથ એવો રાહબર ક્યાં છે !

મને એની ખબર ના પૂછશો થોડી દયા રાખી,

હવે એની ખબર તો શું, મને મારી ખબર ક્યાં છે !

મને દફનાવવાની એમને શાની ઉતાવળ છે ?

જરા પૂછી તો લેવા દો, ભલા મારી કબર ક્યાં છે!

હવે આવી ગયા છો તો કરી લો રાતવાસો પણ;

ફરી મળવા સુધીની રાહ જોવાની સબર ક્યાં છે!

વિનંતિ એમને ‘મન’ થી કરું છું એટલી હું તો,

જરા એ તો કહો મારી મહોબ્બતમાં કસર ક્યાં છે!

મન પાલનપુરી

 
Leave a comment

Posted by on 07/10/2009 in ઘર-કવિતા

 

ટૅગ્સ:

એક ઘર બનાવીયે

ચલો આ દુનીયાથી દુર એક ઘર બનાવીયે,
જ્યાં ન હોય કોઇ વાદાખોદ,
ન હોય જ્યાં કોઇ સ્વાર્થ,
હોય જ્યાં પોતાનાઓની જ આત્મીયતા,
ચલો એવુ દુનીયાથી દુર એક ઘર બનાવીયે,
જ્યાં ન હોય કોઇ આતંક,
ન હોય જ્યાં ગંદી રાજનીતી,
હોય જ્યાં ફક્ત પ્રેમની ગુફ્તુગુ,
ચલો એવુ એક દુનીયાથી દુર ઘર બનાવીયે,
હોય નહી જ્યાં દ્રોપદી ના ચીર હરતા દુશાશનો,
ન હોય જ્યાં ડગલે ને પગલે લેવાતી અગ્નીપરીક્ષા,
હોય જ્યાં ફક્ત રાધાકૃષ્ણા ની પ્રેમલીલા,
ચલો એવુ એક દુનીયાથી દુર ઘર બનાવીયે,
ન હોય જ્યાં કોઇ વિશ્વાસઘાતીઓ,
હોય નહી જ્યાં અવારનવાર દિલ તોડનારા,
હોય જ્યાં ફક્ત બધા પર વિશ્વાસ કરનારા,
ચલો એવી દુનીયામા દુર એક સુદંર ઘર બનાવીયે……
‘નીશીત જોશી’

 
Leave a comment

Posted by on 07/10/2009 in ઘર-કવિતા

 

ટૅગ્સ: