RSS

Category Archives: કાવ્ય સરિતા

;; વલભીપુર ;;

ધૂળ ધૂળ ઢગલા ખડકાયા,
પ્રલયપૂર વાયુ વાયા;
ધોમ ધખ્યા ને ખાવા ધાયા,
. . . .તુજ પર વલભીપુર!
તારાઓએ આંસુ પાયા,
પીલુડીએ ઢોળ્યાં છાયા;
કરુણ સ્વર પંખીએ ગાયા,
. . . .તુજ પર વલભીપુર!
વ્યોમ રડીને મૂશળધાર,
ખોદી તુજને કાઢે બાર;
ક્યાં તારો જૂનો વિસ્તાર,
. . . .કાં આજે આવો સૂનકાર?
આંસુ ઓ વલભી-ખંડેર !
કાળ તણો કાં આવો કેર?
-કૃષ્ણલાલ શ્રીધરાણી

 
Leave a comment

Posted by on 01/03/2011 માં કાવ્ય સરિતા

 

ટૅગ્સ:

પતનીની જોડ કાંઇ નહી જડે રે લોલ

પતનીની જોડ કાંઇ નહી જડે રે લોલ

દાઝે ભરેલા ને કડ્વા વેણલા રે લોલ
એથી છુટી તેની જીભડી રે
પતનીની જોડ કાંઇ નહી જડે રે લોલ
પિયરમા એ પ્રેમતણી પૂતળી રે લોલ
સાસરીએ જૂદેરી એની જાત રે
પતનીની જોડ કાંઇ નહી જડે રે લોલ

અગન ભરેલ એની આંખડી રે લોલ
વડ્કા ભરેલાં એના વેણ રે
પતનીની જોડ કાંઇ નહી જડે રે લોલ

કાળાજુ કઠણ્ એના હાડ્મા રે લોલ
જીવ છપનીયો દુકાળ્ રે
પતનીની જોડ કાંઇ નહી જડે રે લોલ

ભાઇઓ ને બહેન એનાં દોહ્યલા રે લોલ
સાસુએ સિંચેલ એની સોડ્ય રે
પતનીની જોડ કાંઇ નહી જડે રે લોલ

રીમોટ આધાર એની આંગળી રે લોલ
કાળજામાં કૈંક ભરી દાઝ
પતનીની જોડ કાંઇ નહી જડે રે લોલ

ચિત્તડું પિયર એનું ચાકડે રે લોલ
પિયરે જોડેલ એના ફોન રે
પતનીની જોડ કાંઇ નહી જડે રે લોલ

જીભે બડ્બડ રોજ બબડ્તી રે લોલ
બોલતા ખૂટે ન એની લવારી રે
પતનીની જોડ કાંઇ નહી જડે રે લોલ

પતિને એ હશે ધ્રૂજાવતી રે લોલ
ભવોભવ ન મળે આવી બાય રે
પતનીની જોડ કાંઇ નહી જડે રે લોલ

નયનો નીર તો વધે ઘટે રે લોલ
સરખો એ આસુનો પ્રવાહ રે
પતનીની જોડ કાંઇ નહી જડે રે લોલ

વરસે ઘડીક વ્હેમ વાદળી રે લોલ
લાડીનો વ હે મ બારે માસ રે
પતનીની જોડ કાંઇ નહી જડે રે લોલ

ઢળતી ચ હે રે દીસે રોશની રે લોલ
એની નહિ ટુકાય ટીપટાપ રે
પતનીની જોડ કાંઇ નહી જડે રે લોલ

પુનિતા દવે
http://punitadave. wordpress. com/

 
Leave a comment

Posted by on 10/10/2010 માં કાવ્ય સરિતા

 

ટૅગ્સ:

રાધાની વેદનાનું ગીત

મારા વાલમ તારી વાંસલડીના સૂર અમુને વાગે રે
ઓલ્યા હોઠે તારા, સોત અમારી બેઠી એવું લાગે રે
મારા વાલમ…..
તારા ટેરવાની ઝંખ
મારા હૈયા કેરો ડંખ
તારા ભીનાં ભીનાં શ્વાસોથી અગનીની જ્વાળા જાગે રે
ઓલ્યા હોઠે તારા…..
તમને સાત સૂરોની માયા
તપતી સોળ વરસથી કાયા
અમે તમને આપ્યા દાણ ઘણાયે, દલડું થોડું માંગે રે
ઓલ્યા હોઠે તારા……
લઈને રોજ ચરાવો ધેનુ
રાતે કામ નથી કંઇ એનુ
તમે શમણે અમને પોરવજોરે પ્રિત સરીખે ધાગે રે
ઓલ્યા હોઠે તારા….
ડો.જે.કે.નાણાવટી

 
Leave a comment

Posted by on 05/09/2010 માં કાવ્ય સરિતા

 

ટૅગ્સ:

એવું અમથું ક્યારેક

એવું અમથું ક્યારેક
એવું અમથું ક્યારેક કોક સાંભરે

આકાશે હોય નહીં વાદળીની રેખ
નહીં મોરલાની ગ્હેક, નહીં માટીની મ્હેક

ક્યાંક શીતળ પવનની યે લ્હેરખી યે ન્હોય
એમાં વાછટનો વ્હેમ સ્હેજ જાગે

કોક વરસી રહ્યું છે એમ લાગે
ને બારીએથી જોઉં તો નવેલાં ઝેર

એવું અમથું ક્યારેક કોક સાંભરે
સૂની અગાશીમાં સૂનમૂન બેઠો

કે ઓરડામાં પેઠો
કે મેડીએ ચડીને પછી ઊતરતો હેઠો…

હોય આંગણ ખાલી ને વળી ફિળયું ખાલી
સાવ શેરી ખાલી

ને એમાં સૂની આ વાટ જાય ચાલી
ત્યાં ઓચિંતા ઘૂઘરા ઘમકે

ને ભીતર કો’ ઠમકે : અમલ ઘેનઘેરા ચડે
એવું અમથું ક્યારેક કોક સાંભરે

હરિકૃષ્ણ પાઠક

 
Leave a comment

Posted by on 28/08/2010 માં કાવ્ય સરિતા

 

ટૅગ્સ:

ઝાકળના આંગણિયે સુરજ

ઝાકળના આંગણિયે સુરજ લીપીને પછી રોજરોજ સપના હું વાવું,
સાંબેલુ, ખારણીયો, ઘમ્મરવલોણું ને સુની અભરાયું સજાવું.

વળગણીયે પોઢેલી તસતસતી ચોળીમાં સોળસોળ આભલાં જડાવું,
નયનોના દર્પણમાં તુજને સમાવી તારા નયનોમાં મુજને નિહાળુ.

વગડાની વાટ્યુમાં વાયરાને આંજીને ટહૂકામાં જાત મોકલાવું,
થાંભલીયુ, ટોડલીયા, ડેલી ને ઉંબરમાં છાતીના થડકા જડાવું.

વાળેલી શેરીમાં, પગલાની છાપુમાં સાતસાત દિવડા પ્રગટાવું,
આભેથી દરિયો ઉતારીને નસ-નસની વહેતી નદીયુમાં સમાવું

-પ્રદિપ શેth ભાવનગર

 
Leave a comment

Posted by on 22/08/2010 માં કાવ્ય સરિતા

 

ટૅગ્સ:

આંગળીનાં ટેરવે.

બે ચાર શબ્દો જો સરે છે આંગળીનાં ટેરવે,
ને કંપનો કંપ્યા કરે છે આંગળીનાં ટેરવે.

લોકો કહે છે કે, ‘ઘણું સુંદર લખું છું હું હવે,
’એને કહું શું ? તું રહે છે આંગળીનાં ટેરવે..

મુજથી જ ભૂલાતી નથી એ આપણી ભીની ક્ષણો,
ભીની મુલાકાતો ફરે છે આંગળીનાં ટેરવે.

એ તો દગો તેં ભૂલમાં કર્યો હશે એ ખ્યાલ છે,
આખો અહીં માણસ મરે છે આંગળીનાં ટેરવે.

કાગળ હવે આ જિંદગીનો સાવ કોરો રાખવો છે,
તું રોક : શબ્દો અવતરે છે આંગળીનાં ટેરવે.

Gaurav Pandya
gaurav_the_great@hotmail.com

 
Leave a comment

Posted by on 16/07/2010 માં કાવ્ય સરિતા

 

ટૅગ્સ:

મધરાતે નીંદરને ગામ

મધરાતે નીંદરને ગામ જુઓ કેવું તો ફાટી રે નીકળ્યું તોફાન
સપનાના ઝુંડ સામે લડવાને જંગ મે તો આંસુને સોપ્યું સુકાન

આંસુની જાત સખી એવી તે કેવી અડકો જરાક ત્યાં જ પાણી,
કોણ લાવ્યું આંખ્યું ના ઊંડા કૂવેથી એને પાંપણની પાળ લગી તાણી ?
અન્ધારે ડૂબ્યો રે ઓરતાનો સૂરજ ને છાતીમાં વસતું વેરાન

સપનાના ઝુંડનુ તો એવું ઝનૂન જાણે છાતીમાં ધસમસતું ધણ
ઘરના અરીસાઓ શોધે છે સામટા ખોવાયું જે એક જણ
રૂંવાડે બટકેલી બેઠી છે ઇચ્છાઓ ઉમ્બરનું જાળવવા માન

–નિખિલ જોશી

 
Leave a comment

Posted by on 15/07/2010 માં કાવ્ય સરિતા

 

ટૅગ્સ:

છળ

શૂન્ય પળ,

એક સળ.

મારું બળ,

શબ્દદળ.

હું અકળ,

તું સજળ.

જળનું છળ,

આ વમળ.

મન વિકળ?

આવ મળ !

તુજ નયન,

રમ્ય સ્થળ.

કિરણકુમાર ચૌહાણ

 
Leave a comment

Posted by on 03/02/2010 માં કાવ્ય સરિતા

 

ટૅગ્સ:

તારા વગર

તારા વગરનો દિવસ

એટલે

સૂરજ વગરનો દિવસ,

દિલનો તું જ એક પ્રકાશ !

તારા વગરની રાત

એટલે

ચંદ્ર વગરની રાત,

અમાસનો તું જ એક અજવાસ !

તારા વગરની સવાર

એટલે

ઝાકળ વગરની સવાર,

પુષ્પની તું જ એક સુવાસ !

તારા વગરની સાંજ

એટલે

રંગો વગરની સાંજ,

ક્ષિતિજની તું જ એક ભિનાશ !

તારા વગરનો પંથ

એટલે

પ્રાણ વગરનો પંથ

પથિક હું, તું જ એક પ્રવાસ !

સાથી, ચાલ ભમીએ સાથ

મારો તું જ એક આવાસ !
-રેખા સિંધલ

 
Leave a comment

Posted by on 03/02/2010 માં કાવ્ય સરિતા

 

ટૅગ્સ:

પાનખર

અંગ અંગમાં લઈને ભીનાશ

ઊડયું એક તાજુ પાન

ડાળી છૂટ્યાનો લીલો અહેસાસ

દૂર થયાં પંખીના ગાન

વહેતાં વાયરામાં ફરફરતું જતું

સૂર્યના તેજ પરે ધ્યાન

તરતી આશ ઉડે બાષ્પ થઈ

ધરતી પર ઢળે સભાન

અર્પણ કાયા થઈ વૃક્ષને ચરણ

ફૂટવાનું ફરી થઈ અંતર્ધાન.
-રેખા સિંધલ

 
Leave a comment

Posted by on 03/02/2010 માં કાવ્ય સરિતા

 

ટૅગ્સ: