RSS

;; ટી.પી.નવની નોબત વાગે ! ;;

23 ફેબ્રુવારી

નોબત વાગે,નોબત વાગે,ટી.પી.નવની નોબત વાગે,
સહુ કોઇ જાગે, સહુ કોઇ ભાગે,નવસુંદરી નવની વાટે.
જયંતી કરે હટાણું,નવની હાટડીથી,
હૈયે રાખી હીર;
હિંમત-મુકેશ કરે હડિયાપાટી,
રહી જશું તો કોણ ભરશે બાથ?
ઊગામેડીથી આવે લાલજી મારા, નાખવા નવમાં નેસ,
હાલાર દેશથી પધારે મનજી રુડા,થાપવા હાલાર રાજ.
ભરત બેઠો ઝરુખે, આભુષણને,
નીરખે નવનો નટખટ ખેલ;
જયેશ-કિશોર તો જાગ્યા મોડા,
કહે ; આપણે રહી જશું કે કેમ?
કાળુ, કાંતિ ને ઓ.પી.ભાગ્યા,સાંભળી સાવજોની ત્રાડ,
શાંતિ તારો ખેલ અનેરો, નાચ નાચે નવનાં સહુ લોક.
રાકેશ-જનક તો રાજા નવનાં,
મુખડાં એનાં મલક મલક થાય;
સૂર્યવંશી સૌ સૂઇ રહ્યાં, ને
નવ તો પહોંચી સુર્યની પાસ.
‘શ્યામ’તો નિહાળે નવલી નવને, આઠની અટારીએથી,
નોબત વાગે,નોબત વાગે,ટી.પી.નવની નોબત વાગે,
-ઘનશ્યામ વઘાસીયા(તા.૨૨.૦૨.૧૧,મંગળવાર,૨.૧૦,બપોર)

નોંધ ; સુરતના પાલણપોર ગામની ટી.પી.નવમાં જમીનના વારના પંદર મહીનામાં પંદર હજારના ભાવ ઉછાળા થતાં આ રચના મનમાં ઉદભવી છે.જેમાંનામ છે તે ત્યાંના વેપારીઓનાં છે.

Advertisements
 

ટૅગ્સ:

One response to “;; ટી.પી.નવની નોબત વાગે ! ;;

  1. chandravadan

    25/02/2011 at 10:50 એ એમ (am)

    સુરતના પાલણપોર ગામની ટી.પી.નવમાં જમીનના વારના પંદર મહીનામાં પંદર હજારના ભાવ ઉછાળા થતાં આ રચના મનમાં ઉદભવી છે………………..
    And in your Rachana, VeparioNa Namo.
    Nice !
    May you be inspited more & more for Kavya !
    DR. CHANDRAVADAN MISTRY (Chandrapukar)
    http://www.chandrapukar.wordpress.com
    Hope to see you on my Blog !

     

પ્રતિસાદ આપો

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

 
%d bloggers like this: