RSS

દીકરી વિદાય પછી

17 ફેબ્રુવારી

આ ઓરડો, આ ઓસરી, આ ફળિયું, હવે
લાગે સાવ સૂનાં સૂનાં, દીકરી વિદાય પછી.
સદાય હસતી આંખમાં ઘટના બની નવી,
આંસુ વહ્યાં ઊના ઊના, દીકરી વિદાય પછી.
હંમેશા હેતથી બોલાવતી,ને પ્રેમથી પુકારતી,
એ અવાજ પડઘાય ઓરડે, દીકરી વિદાય પછી.
આ બારણું, આ મંડપ ઊભા સાવ સૂનાં,
લટકે છે તોરણ આંસુનાં, દીકરી વિદાય પછી.
આસોપાલવના તોરણ અને ઉદાસ આ હવા
વૃક્ષો ઊભા બધાં છાનામાના, દીકરી વિદાય પછી.
ઊડી ગયું પંખી, કલરવ કરતું આંગણેથી,
લ્યો,ઘૂઘવે છે દરિયા લૂના, દીકરી વિદાય પછી.
આ પાદર આખુંય હિબકાં ભરે ને
હૈયડાં વલોવાય,’શ્યામ’નાં, દીકરી વિદાય પછી.
-ઘનશ્યામ વઘાસીયા(તા.૦૭.૦૨.૧૧,સોમવાર,૧૨.૦૦,રાત્રિ)

Advertisements
 

ટૅગ્સ:

One response to “દીકરી વિદાય પછી

  1. hemapatel

    15/05/2011 at 11:41 એ એમ (am)

    અવિનાશભાઈ વ્યાસની રચના
    કોયલ ઉડી રે ગઈ ને પગલા પડી રે રહ્યા . યાદ આવી ગઈ .
    સાચે જ દીકરીના વિદાયનો પ્રસંગ એટલો કરુણા જનક હોય છે
    પત્થર દિલ ઈન્સાન હોય તે પણ આ પ્રસંગે તેના હૈયાને આંખમાંથી
    વહેતા અશ્રુ રોકી ન શકે .
    અને વધારે કરુણા તો દિકરી સાસરે ચાલી ગયા પછીથી
    તેની યાદ આવે ત્યારે ચાલુ થાય છે .અને તે દુખની યાતના
    સહન નથી થતી .
    ખરેખર બહુજ સુન્દર રચના .

     

પ્રતિસાદ આપો

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

 
%d bloggers like this: