RSS

મા…”

25 જાન્યુઆરી

મા…”
આંખ જ્યારે ખોલી મેં, તો ખુદને તેના ખોળામા પામ્યો..
રડ્તો હતો હું જ્યારે જ્યારે, ત્યારે છાતીએ મને દાબીને તેણે અમ્રુતનો ઘુટડો પાયો..
ઘણાય હતા મને વ્હાલ કરનારા પણ, જ્યારે મેં ભિના કર્યા બધાને ત્યારે તેણે જ મારો હાથ જાલ્યો..
પા-પા પગલી માંડતા જોઈ રહેતા બધા મને, પણ પડ્યો હું કોઇક વખત તો તેણે જ મને ઊભો કર્યો..
એક દિવસ પોતાની આંગડીએથી મને વિખુટો કર્યો, જ્યારે પહેલીવાર મને નિશાળે મુક્યો..
રો’યો હતો હું ખુબ ત્યારે, પણ ખુશ હતો જ્યારે બહાર આવ્યો..
શું થયુ તેની ભાન ન પડી બહાર આવીને મને,
જ્યારે પોતાની ભિની આંખ પર તેણે હસતો ચહેરો રાખ્યો..
આમ ‘ને આમ દિવસો વિતવા લાગ્યા, મને રાજી રાખવામા તેણે કોઈ કચાસ ન રાખ્યો..
પુરા કરતી જા’તી તે મારા બધા સપનાઓને, જ્યારે મેં માંગણીઓનો પહાડ બનાવ્યો..
ખબર ન હતી મને કે પિડા શુ હોય, પોતાની વેદનાઓને તેણે ઊંહકાર ન આપ્યો..
સેવા કરવી છે હવે, મારે એની જિંદગીભર, એવો સપનામા મને જ્યારે એહ્સાસ જાગ્યો..
આંખ ખોલીને મેં જોયુ છેક ત્યારે, જ્યારે ખુદના ખોળામા તેનો શ્વાસ ભાગ્યો..
કોણ હતી એ જેણે દુખના વાદળોથી ઘેરાઈને, મને મુસિબતોથી આઘો રાખ્યો..
“મા” હતી મારી એ, જેને “ઓજલ” થઈની, “રામ”ને આ દુનિયામા દિપાવ્યો..
સેજપાલ શ્રીરામ પી.
૧૦૧, રત્નાકર એપાર્ટમેન્ટ, શેરી નં.૧-૨, નાગરપરા, ખંભળીયા નાકા બહાર, સોનીની વાડી પાછળ, જામનગર-૩૬૧૦૦૫.
મો. નં. ૯૭૨૬ ૨૬૨૬ ૮૦
રચના લખ્યા તા. ૦૭/૦૧/૨૦૦૪

Advertisements
 

ટૅગ્સ:

3 responses to “મા…”

  1. ડૉ. કિશોરભાઈ એમ.પટેલ

    25/11/2011 at 12:14 પી એમ(pm)

    સુંદર બ્લોગ

    મજાની રચનાઓ અને પોસ્ટ છે બસ આમ જ ગુજરાતી

    સમાજની સેવા કરતા રહો

     
  2. વેદાંગ એ. ઠાકર

    02/02/2011 at 2:58 એ એમ (am)

    શ્રીરામભાઈ,
    માફ કરશો. ઉપર ની કોમેન્ટ માં લિંક નથી આવી એટલે અહી એ લિંક મૂકી છે જે આપ જોશો : http://vedangthakar.wordpress.com/2011/01/03/wordpress-com-%E0%AA%AA%E0%AA%B0-%E0%AA%AE%E0%AA%BE%E0%AA%B0%E0%AA%BE-%E0%AA%86%E0%AA%97%E0%AA%AE%E0%AA%A8-%E0%AA%B5%E0%AB%87%E0%AA%B3%E0%AA%BE/

     
  3. વેદાંગ એ. ઠાકર

    02/02/2011 at 2:56 એ એમ (am)

    શ્રીરામભાઈ,
    માં વિષે આપના વિચારો અને લાગણી જોઇને ખુબ ગમ્યું. માં નું ઋણ તો આપણે ના જ ચૂકવી શકીએ પણ હા આ રીતે આપણી લાગણીરૂપી શબ્દો ની શ્રદ્ધાંજલિ આપી શકીએ તો પણ બહુ છે. માં તો માં છે તે ચોક્કસ આપણ ને પ્રેમ આપશેજ.
    શ્રીરામભાઈ, આપના બ્લોગ ના નામ નો મેં મારી એક ગધ્ય રચના માં સમાવેશ કર્યો હતો જુઓ આ લિંક : અહી ક્લિક કરો

     

પ્રતિસાદ આપો

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

 
%d bloggers like this: