RSS

સારું તો હવે થશે ! -કૄષ્ણકાંત ઉનડકટ

25 જૂન

સારું તો હવે થશે ! -કૄષ્ણકાંત ઉનડકટ
ગઇ કાલ કરતાં આજ વધુ સુંદર છે અને આવતી કાલ તો આજ કરતાં વધુ સુંદર હશે. દરેક સવાર નવું નિર્માણ છે. નિર્વાણનો વિચાર ન કરો અને નિર્માણનું ચિંતન કરો. હું રોજ કંઇક નવું કરીશ. હું રોજ સુખની અનુભૂતિ કરીશ. જિંદગીની દરેક પળ મારા માટે કુદરતની અનુપમ ભેટ છે. ઇશ્વરની આ ભેટને હું માણીશ. ઇશ્વરે સમગ્ર પ્રકૃતિની રચના મારા માટે જ કરી છે અને હું પ્રકૃતિના દરેક કણને માણીશ. પ્રકૃતિના કણ અને જિંદગીની ક્ષણને જે જાણી શકે છે એ લોકો જ જીવનને માણી શકે છે.

ચલો સાથે મળી ભગવાનના વારસ બની જઇએ,
શરત બસ એટલી છે સૌ પ્રથમ માણસ બની જઇએ
– હિતેન આનંદપરા

એક ચિત્રકાર હતો. પાંચ વર્ષની સખત મહેનત બાદ ચિત્રકારે દોરેલાં અદભૂત ચિત્રોનું પ્રદર્શન યોજાયું. પ્રદર્શનનું કવરેજ કરવા આવેલા પત્રકારે ચિત્રો જોયાં. તમામ પેન્ટિંગ્સ ભવ્ય હતાં. પત્રકારને થયું કે, આ બધાં ચિત્રોમાંથી શ્રેષ્ઠ ચિત્ર કયું છે? પત્રકાર નક્કી કરી શક્યો નહીં. અંતે તેણે વિચાર્યું કે આ પ્રશ્ન ચિત્રો દોરનારી વ્યક્તિને જ પૂછી જોઉ.

પેન્ટર પાસે જઇને પત્રકારે સવાલ કર્યો, તમારાં આટલાં ચિત્રોમાંથી બેસ્ટ પેન્ટિંગ કયું છે? ચિત્રકારે હસીને જવાબ આપ્યો, બેસ્ટ યટ ટુ કમ! શ્રેષ્ઠ ચિત્ર તો હવે આવવાનું છે. ચિત્રકારે કહ્યું કે, કલાકાર આશાવાદી હોવો જોઇએ.

દરેક કલાકારનું એક સપનું હોય છે કે, મારે એક ‘માસ્ટર પીસ’ બનાવવું છે. તમારા કોઇ ચિત્રને તમે માસ્ટર પીસ માની લો તો તમે નવું અને અદભૂત સર્જન કરી જ ન શકો. જિંદગીની છેલ્લી ક્ષણે પણ સુંદર સર્જન શક્ય છે.

એક લેખક હતો. અખબારમાં કોલમ લખે. તેની કોલમ વાચકોમાં ઘણી લોકપ્રિય હતી. કોલમના રિસ્પોન્સ મળે ત્યારે એડિટર તેની વાત લેખકને કરે. એડિટરને એ લેખક હંમેશાં એવું જ કહે કે હજુ આનાથી સારું તો હું લખવાનો છું.

એડિટર દર વખતે સવાલ કરે કે તમને તમારા કામથી સંતોષ નથી? લેખકનો જવાબ એક જ હોય કે, ના એવું નથી, પણ દરેક કોલમ લખ્યા પછી મને એવું થાય છે કે હું આનાથી પણ સરસ લખી શકું છું અને હું આ કોલમથી પણ બેસ્ટ કોલમ લખીશ.

લેખક વૃદ્ધ થયા. તેમની તબિયત ખરાબ થઇ ગઇ. જિંદગીનો અંતિમ પડાવ હતો. લેખકને હોસ્પિટલમાં ખસેડાયા. તબીબોએ કહી દીધું કે, હવે તમે માત્ર થોડા દિવસોના જ મહેમાન છો. હોસ્પિટલના બિછાનેથી લેખકે તેમની કોલમ લખી. કોલમનું હેડિંગ હતું, ગુડ બાય ફ્રેન્ડ્સ.

લેખકે આખી જિંદગીની સંવેદનાઓ આ કોલમમાં વ્યક્ત કરી દીધી. તેમના શબ્દો હતા કે આખી જિંદગી ભરપૂર જીવી છે, નો રિગ્રેટ્સ, નો કમ્પ્લેન. કોઇ દુ:ખ નથી, કોઇ દર્દ નથી. મારી કોલમ એ મારા વાંચકો સાથે દર અઠવાડિયે યોજાતી પાર્ટી છે.

લખતી વખતે હું મારા વાંચકો સાથે મનોમન એક સંવાદ સાધું છું. ‘ચિયર્સ રીડર્સ’ કહીને મારી કોલમનો પ્રારંભ કરું છું. પાર્ટીમાં દરેક વાંચકને એન્જોય કરાવતો હોઉ એટલી તમન્ના અને તીવ્રતાથી કોલમ લખું છું અને કોલમ પૂરી થાય ત્યારે એક સરસ પાર્ટી એન્જોય કર્યાનો આનંદ અનુભવું છું.

મારી પાર્ટી એટલે મારા શબ્દો અને મારા પાર્ટી પાર્ટનર્સ એટલે મારા વાંચકો. લેખકે અંતે લખ્યું કે, હું પાર્ટીને છોડીને જાઉ છું. તમને તમારા જીવનની દરેક ક્ષણ પાટીર્ની જેમ જીવવાની શુભકામના પાઠવું છું. ગુડ બાય ફ્રેન્ડ્સ!

જે દિવસે આ કોલમ પ્રસિદ્ધ થઇ, એ જ દિવસના અખબારમાં કોલમની બાજુમાં જ સમાચાર હતા કે, આ કોલમના લેખકનું અવસાન. સમાચારની નીચે એડિટરની નોંધ હતી કે, માય ડિયર રાઇટર ફ્રેન્ડ, આ તારી બેસ્ટ કોલમ છે, આ તારો માસ્ટર પીસ છે. ગુડ બાય ડિયર!

જિંદગીની છેલ્લી ક્ષણ સુધી શ્રેષ્ઠ સર્જન અને શ્રેષ્ઠ જીવનની તક છે. આશા એટલી જ રાખવાની છે કે શ્રેષ્ઠ તો હવે થવાનું છે, બેસ્ટ તો હવે જીવવાનું છે. ગયું તે ગયું, પણ જે આવવાનું છે એ વધુ સુંદર, શ્રેષ્ઠ અને બેસ્ટ હશે.

ર૦૦૯નું વર્ષ ગયું. ૨૦૧૦ના પણ બાર દિવસો ચાલ્યા ગયા. નવા વર્ષે પ્રશ્ન થાય કે, વોટ નેક્સ્ટ ? તેનો જવાબ એક જ હોઇ શકે, નેક્સ્ટ વિલ બી ધ બેસ્ટ ! સારું જ થવાનું છે અને સારું જ થશે. ખરાબ થવાનો વિચાર કરતાં રહેશો તો અંત જ નહીં આવે. સારું થવાનો વિચાર કરશો તો બધું સારું જ થશે. ગયું તેનાં રોદણાં ન રડો અને આવવાનું છે તેનું સ્વાગત કરો.

એક વ્યક્તિએ તેના ગુરુને પૂછ્યું કે શ્રેષ્ઠ પ્રાર્થના કઇ ? ગુરુએ કહ્યું કે, શ્રેષ્ઠ પ્રાર્થના એ છે કે, ગઇ કાલ કરતાં આજ વધુ સુંદર છે અને આવતી કાલ તો આજ કરતાં વધુ સુંદર હશે. દરેક સવાર નવું નિર્માણ છે. નિર્વાણનો વિચાર ન કરો અને નિર્માણનું ચિંતન કરો.

હું રોજ કંઇક નવું કરીશ. હું રોજ સુખની અનુભૂતિ કરીશ. જિંદગીની દરેક પળ મારા માટે કુદરતની અનુપમ ભેટ છે. ઇશ્વરની આ ભેટને હું માણીશ. ઇશ્વરે સમગ્ર પ્રકૃતિની રચના મારા માટે જ કરી છે અને હું પ્રકૃતિના દરેક કણને માણીશ. પ્રકૃતિના કણ અને જિંદગીની ક્ષણને જે જાણી શકે છે એ લોકો જ જીવનને માણી શકે છે.

સુખ અને સફળતાના માર્ગમાં માત્ર બે જ અંતરાયો હોય છે, નિરાશા અને હતાશા. આ બે અંતરાયો જે ખંખેરી શકે છે એ જ લોકો સફળ થઇ શકે છે. માણસ વિચારોથી જેટલો હતાશ અને દુ:ખી થાય છે, એટલો એ દુ:ખી હોતો જ નથી.

માનસિક દુ:ખ, કાલ્પનિક ભય અને સંજોગો સામેની ફરિયાદો જે ટાળી શકે છે તેના માટે કંઇ જ અશક્ય નથી. સારું તો હવે થવાનું છે. સારું જીવવાની તમારી તૈયારી છે ? માત્ર તમારા વિચારોને નવી દિશા આપો, તમને દરેક સમય જીવવા જેવો લાગશે.

છેલ્લો સીન: Most people do not pray, they only beg.- George Bernard Show

Advertisements
 

ટૅગ્સ:

પ્રતિસાદ આપો

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

 
%d bloggers like this: