RSS

માતા-પિતા,

07 સપ્ટેમ્બર

હયાત માતા-પિતાની છત્રછાયામાં,
વ્હાલપનમાં બે વેણ બોલીને, નિરખી લેજો,
હોઠ અડધા બિડાય ગયા પછી,
ગંગાજળ મૂકીને શું કરશો…

અંતરના આશીર્વાદ આપનારને,
સાચા હૃદયથી એક ક્ષણ ભેટી લેજો,
હયાતી નહી હોય ત્યારે નત મસ્તકે,
છબીને નમન કરીને શું કરશો…

કાળની થપાટ વાગશે, અલવિદા એ થઈ જશે,
પ્રેમાળ હાથ પછી તમારા પર કદી નહીં ફરે,
લાખ કરશો ઉપાય તે વાત્સલ લ્હાવો નહીં મળે,
પછી દિવાનખંડમાં તસવીર મૂકીને શું કરશો…

માતા-પિતાનો ખજાનો ભાગ્યશાળી સંતાનને મળે,
અડસઠ તિરથ તેના ચરણોમાં બીજા તિરથ ના ફરશો,
સ્નેહની ભરતી આવીને ચાલી જશે પલમાં,
પછી કિનારે છીપલાં વીણીને શું કરશો…

હયાત હોય ત્યારે હૈયું તેનું ઠારજો,
પાનખરમાં વસંત આવે, એવો વ્યવહાર રાખજો,
પંચભૂતમાં ભળી ગયા પછી આ દેહના,
અસ્થિને ગંગામાં પધરાવીને શું કરશો…

શ્રવણ બનીને ઘડપણની લાકડી તમે બનજો,
હેતથી હાથ પકડીને ક્યારેક તીર્થ સાથે કરજો,
માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ સનાતન સત્ય છે,
પછી રામનામ સત્ય છે બોલીને શું કરશો…

પૈસા ખર્ચતા સઘળું મળશે, મા-બાપ નહીં મળે,
ગયો સમય નહીં આવે, લાખો કમાઈને શું કરશો,
પ્રેમથી હાથ ફેરવીને ‘બકા‘ કહેનાર નહીં મળે,
પછી ઉછીનો પ્રેમ લઈને, આંસું સારીને શું કરશો…

unknow

Advertisements
 
 

ટૅગ્સ:

One response to “માતા-પિતા,

  1. પ્રવિણ કે.શ્રીમાળી

    07/09/2009 at 11:14 પી એમ(pm)

    ઘનશ્યામભાઈ,
    ખુબ જ સરસ, હૈયાં ને ઝંકૃત કરી દેતું આ કાવ્ય ખુબ જ સરસ અને તેની એક-એક પંકિત ખુબ જ ચોટદાર છે. કાશ આ વાત દરેક દિકરા સમજી લે તો વૃદ્ધાશ્રમો ની જરૂરત ન રહે અથવા સંખ્યા ઓછી થાય. એક સમજવા લાયક કાવ્ય અને આપની અભિવ્યકિત ની રજૂઆત ખુબ જ સરસ.

    ઘનશ્યામભાઈ, આવું જ કંઇક દિલને ઝંકૃત કરતું વાંચવા માટે આ બ્લોગ પર પધારોઃ

    http://pravinshrimali.wordpress.com
    http://kalamprasadi.wordpress.com

     

પ્રતિસાદ આપો

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

 
%d bloggers like this: